રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક ઓમ રેસ્ટોરન્ટમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન દારૂની બોટલો મળી આવી હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન GST વિભાગના અધિકારીઓને માર મારવામાં આવ્યો છે. સમગ્ર રાત્રિ દરમિયાન દરોડાની કામગીરી કરવામાં આવી છે. દારૂ મળી આવતા ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માર મારવા મામલે અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ઓમ રેસ્ટોરન્ટમાં GSTની રેડ:રેસ્ટોરન્ટમાંથી દારૂની બોટલો મળી, GSTના અધિકારીઓને માર મારવામાં આવ્યો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
