
40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત : ગાંધીજીની હત્યાને જસ્ટીફાઈ કરતા અને ગોડસેને દેશભક્ત ચિતરતા નાટકનો દરેક જગ્યાએ વિરોધ કરાશે : કોંગ્રેસ
રાજકોટ, : રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે યોજાયેલા હું નથુરામ નામના ગોડસેના નાટકનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. મંચ પર જઈ કોંગ્રેસના કાર્યકરોએ તોડફોડ કરી હતી. જેના પગલે ધસી આવેલી પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. ૪૦થી વધૂ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ધમાલના પગલે નાટકનો શો રદ કરાયાનું કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું.
