
નોકરીમાં જોડાયાના 20 દિવસમાં જ ખેલ પડયો : ATMમાં જમા કરેલી રકમમાંથી બાકી બચેલા રૂા. 1.1 કરોડને બદલે રૂા. 91 લાખ જ જમા કરાવ્યા : બીજા દિવસે ભાંડો ફૂટયો
રાજકોટ, : રાજકોટમાં અલગ-અલગ બેંકોના એટીએમમાં રૂપિયા ભરવાનું અને સીડીએમ મશીનમાં ગ્રાહકોએ જમા કરાવેલા રૂપિયા ઉપાડી જે-તે બેંકમાં જમા કરાવવાનું કામ કરતી સીએમએસ ઇન્ફો સીસ્ટમ નામની કંપનીમાં ૨૦ દિવસ પહેલા જ કસ્ટોડીયલ તરીકે નોકરીમાં જોડાયેલા મુળ વેરાવળના સાગર પરસોત્તમભાઈ દેવળિયા નામના કર્મચારીએ રૂા.૧૦ લાખ બારોબાર સેરવી લીધાનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.
