
Rajkot Accident: રાજકોટ-મોરબી હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાગદડી ગામ નજીક બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, ઘટના ગત મોડી રાત્રે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા કાગદડી ગામ પાસે બની હતી.
