રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે સુરેન્દ્રનગર સ્ટેશન પર આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે હાઇ-ઇન્ટેન્સિટી મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સંયુક્ત અભ્યાસમાં એનડીઆરએફ, રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ સક્રિય સહભાગિતા કરી હતી. આ મોકડ્રિલ દરમિયાન સવારે 08.30 કલાકે એક કાલ્પનિક દુર્ઘટના હેઠળ, એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા 8 પર ઊભેલા કેમ્પિંગ કોચ સાથે ટક્કર થઈ, જેના પરિણામે કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર 12 રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ હોવાની પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં રાજકોટથી એક્સિડન્ટ રીલિફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) અને એક્સિડન્ટ રીલિફ ટ્રેન (ART) તાત્કાલિક સુરેન્દ્રનગર મોકલવામાં આવી હતી. રેલવે તેમજ NDRFની સંકલિત ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરતાં કોચને કાપીને તમામ 12 ‘ઘાયલ’ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. બપોરે લગભગ 11.33 કલાકે સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે વિવિધ વિભાગોની ત્વરિત પ્રતિભાવ ઉપરાંત પરસ્પર સંકલનની અસરકારકતા ચકાસવાનો હતો. વોર્ડ નંબર 13માં પાણીની લાઇન શરૂ કરવામાં વિલંબને પગલે કોર્પોરેટર અને અધિકારી વચ્ચે બોલાચાલી ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી અને મનપાનાં વોટર વર્ક્સનાં કર્મચારી જયેશ ગોહેલની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે કોર્પોરેટર નીતિન રામાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, મારા વિસ્તારમાં આ સમસ્યા હોવાથી અધિકારીને સ્પષ્ટ કહ્યું હતું કે વોર્ડમાં નવી પાણીની લાઇન નાખવામાં આવી હોવા છતાં, છેલ્લા 5 દિવસથી પાણીનો પ્રશ્ન છે. ત્યારે જો તમે પગાર લો છો, તો તમારે પગાર પ્રમાણે કામ પણ કરવું જોઈએ અને હાજર રહેવું જોઈએ. આ વાતચીત દરમિયાન કોર્પોરેટરે ઉગ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને અધિકારીને ઠપકો આપ્યો હતો, ખાસ કરીને જ્યારે તેમણે કહ્યું કે બપોરે 1 વાગે ને 25 મિનિટે વાર ખુલે છે, ત્યારે પણ નવી લાઇન હોય તો 5 દિવસ સુધી તેના પર ધ્યાન આપવું જરૂરી છે. કોર્પોરેટરે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ મારામારી નહોતી, પરંતુ લોકો માટે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા તેમણે માત્ર અધિકારીને સખ્ત સૂચના આપી હતી. સમગ્ર મામલો માત્ર આટલી બોલાચાલી સુધી સીમિત રહ્યો હતો. રાજકોટમાં છૂટા સિક્કાની અછતને પગલે HDFC બેન્ક બહાર અરજદારોની લાંબી લાઈનો લાગી રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક આવેલી HDFC બેન્કની બહાર આજે વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. બજારમાં છૂટા સિક્કાની ભારે અછત હોવાને કારણે, બેન્ક દ્વારા અપાતા 10 અને 20 રૂપિયાના બંડલમાં રહેલા છૂટા પાંચના સિક્કા લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. બેન્કની બહાર સર્જાયેલા આ દ્રશ્યો નોટબંધીના સમયની યાદ અપાવે તેવા હતા.લાઈનમાં ઊભેલા પાનના ધંધાર્થી મનોજ ગોરસિયાએ જણાવ્યું હતું કે, બજારમાં છૂટા સિક્કાની ખૂબ તકલીફ છે. તેમને દરરોજ 2 થી 3000 રૂપિયાના છૂટા સિક્કાની જરૂર પડે છે, કારણ કે 23 રૂપિયાની ફાકી હોય તો ગ્રાહકોને ફરજિયાત 7 રૂપિયા પાછા આપવા પડે છે, અને ગ્રાહકો પાસે પણ છૂટા પૈસા હોતા નથી.તેમણે ઉમેર્યું હતું કે છૂટા પૈસા લેવા માટે ધંધો બંધ કરીને અહીં આવવું પડે છે, જેના કારણે ધંધા પર પણ અસર થાય છે. લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવાથી સમય બગડે છે અને ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે. છૂટા સિક્કાની આ અછતને કારણે પાનનાં અન્ય ધંધાર્થીઓને પણ આવી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં પથરાયેલા વૃક્ષોનું આયુષ્ય કેટલું?: મનપા દ્વારા સૌપ્રથમ વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા ટેન્ડર જાહેર રાજકોટમાં જુદાજુદા સ્થળોએ પથરાયેલા નાના મોટા વૃક્ષોનું આયુષ્ય નક્કી કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલી જ વાર વૈજ્ઞાનિક ઢબે સર્વે હાથ ધરાનાર છે. મહાનગરપાલિકાના તમામ બાગ બગીચાઓ, મનપા હસ્તકની તમામ મિલકતો, સરકારી, ખાનગી અને ટ્રસ્ટની મિલકતો અને જાહેર માર્ગો પર પથરાયેલા વૃક્ષોનો વૈજ્ઞાનિક ઢબે સર્વે કરીને વૃક્ષ નિષ્ણાંતો તેમજ પર્યાવરણ જાણકારો મારફત વૃક્ષોની ઉંચાઈ અને થડની જાડાઈ આધારે આયુષ્ય નક્કી કરશે. સાથોસાથ આ તમામ સ્થળોએ વૃક્ષોનું જીઓ ટેગિંગ પણ થશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના બાગ બગીચાઓ અર્બન ફોરેસ્ટ વન સહિત શહેરભરમાં મોટી સંખ્યામાં વૃક્ષો પથરાયેલા છે. મહાનગરપાલિકા હવે વૃક્ષોના જીઓ ટેગિંગ સાથે વૃક્ષોના થડની જાડાઈ અને ઉંચાઇ આધારે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા માટે રૂ. 65 લાખના એસ્ટિમેન્ટ સાથે ટેન્ડર બહાર પાડ્યું છે. જેમાં 5 વર્ષથી માંડીને 50 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષોનો સર્વે કરાશે.
રાજકોટ સમાચાર:રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગરમાં માલગાડી અને કોચ વચ્ચર ટક્કરની સફળ મોકડ્રિલ યોજાઈ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
