રાજયમાં એક તરફ ગરમીનો પ્રકોપ તો બીજી તરફ દ્વારકાના ભાણવડમાં ધુમ્મસભર્યું વાતાવરણ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો
  • વાહન ચાલકો હેડલાઈટ ચાલુ રાખવા મજબૂર
  • જીરું, ધાણા, ચણાના પાકમાં નુકસાનની ભીતિ

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે,તો બીજી તરફ સૌરાષ્ટ્રના દ્વારાકામાં આવેલ ભાણવડ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે,આજે વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળતા વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે,તો હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.ભાણવડ ખંભાળિયા તથા આસપાસના પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.બીજી તરફ રવિ સિઝનના પાક જેવા કે જીરું, ધાણા, ચણા, લસણ, ડુંગળી, ઘઉં જેવા અનેક પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હાલ ગુજરાતમાં ગરમી ઓછી થવાનું નામ નથી લઈ રહી તો બીજી તરફ આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે,દ્વારકાના ભાણવડમાં એવી સ્થિતિ સર્જાઈ કે વાહન ચાલકને હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવું પડયું છે,આ સમગ્ર વાતાવરણ અચાનક બદલાઈ જવાનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્લોબલ વોર્મિંગ આ બન્નેના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે.

પાકને નુકસાન

ઉનાળુ પાકની તૈયારીઓ ખેડૂત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે,ત્યારે આજે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ખેડૂતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે,હાલ ઉનાળુ પાકની વાત કરીએ તો જીરું, ધાણા અને ચણાનો પાક તૈયાર થઈ રહ્યો છે.તો પાકને નુકસાન થાય મોટા પ્રમાણમાં તો ખેડૂતની મહેનત પાણીમાં જશે.

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *