રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


Rajasthan Drone News : રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢમાં ભારત અને પાકિસ્તાન સરહદ પાસે એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે. એક ખેતરમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું, જ્યારે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન જોવા મળ્યું હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ નહરી વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન સરહદ પાસે જે ડ્રોન મળી આવ્યું છે તે કોઇ સામાન્ય ડ્રોન નથી, મિનિ વિમાન જેવા લાગતા આ વિશેષ પ્રકારના ડ્રોનનો ઉપયોગ સામાન્ય રીતે જાસૂસી માટે કરાતો હોય છે. ડ્રોને વિમાનની જેમ જ લેન્ડિંગ કર્યું હોય તેવી સ્થિતિમાં ઉતર્યું હોવાથી બહુ નુકસાન નથી થયુ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *