
Rajasthan Mid-Day Meal Fraud : આખો દેશ કોરોના જેવી ભયાનક મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો અને ગરીબ બાળકો માટે સરકારી ભોજન યોજના આશીર્વાદ સમાન હતી, ત્યારે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારીઓએ આ તકનો લાભ ઉઠાવીને 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. રાજસ્થાન એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ આ મામલે 21 વગદાર અધિકારી અને ખાનગી કંપનીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કઈ રીતે ખેલાયો ભ્રષ્ટાચારનો ખેલ?
આ તપાસમાં બહાર આવ્યું છે કે કોરોના કાળ દરમિયાન સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઘરે કરિયાણું પહોંચાડવાની જવાબદારી ‘કોન્ફેડ’ (CONFED) અને સિવિલ સપ્લાય વિભાગને સોંપાઈ હતી. આરોપ છે કે અધિકારીઓએ માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે ટેન્ડર પ્રક્રિયામાં મોટા પાયે ચેડાં કર્યા હતા.
