
Promotion Order: ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં અગત્યનો નિર્ણય લીધો છે. કુલ 47 અધિકારીઓને બઢતી આપવામાં આવી, જેમાં મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના 23 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)નું પ્રમોશન થયું છે.
બઢતીની વિગતો પર નજર કરીએ તો 24 મામલતદાર (વર્ગ-2) સંવર્ગના અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા (જ્યુનિયર સ્કેલ), વર્ગ-1 માં હંગામી ધોરણે ‘ઇન-સીટુ’ બઢતી આપવામાં આવી છે.
બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી (TDO), વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને પણ ગુજરાત વહીવટી સેવા (જ્યુનિયર સ્કેલ), વર્ગ-1 માં હંગામી ધોરણે ઇન-સીટુ બઢતી કરાઇ છે.
