
– ફરિયાદ ન લેતા હોવાનો મહિલાએ વીડિયો વાયરલ કર્યો હતો
– મૈત્રી કરેલા પતિ અને તેના માતા-પિતાના ત્રાસથી કંટાળી મહિલા ફરિયાદ કરવા ગઇ હતી
ભાવનગર : રાણપુર પોલીસ મથક સામે મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતો વીડિયો વાયરલ કરી મૈત્રી કરાર કરેલા પતિ અને તેના માતા પિતા દ્વારા અપાયેલા ત્રાસની ફરિયાદ કરવા માટે આવેલી મહિલાની ફરિયાદ પોલીસ દ્વારા નહીં લેવાતા રાણપુર પોલીસ મથક સામે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
રાણપુર ખાતે રહેતી તુલસીબેન નામની મહિલા નાગનેશ ગામના શિવરાજ નામના શખ્સ સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા.દરમિયાનમાં શિવરાજ અને તેના માતા પિતા તુલસીબેનને ત્રાસ આપવા લાગ્યા હતા.
