રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

માતા-પુત્રી એક્ટિવામાં માખણીયાથી તળાજા આવી રહ્યાં હતા

ભાવનગર: તળાજાના માખણીયા ગામેથી એક્ટિવામાં તળાજાથી માખણીયા ગામે આવી રહેલી માતા-પુત્રીને સ્કુલ બસે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચી છે. બનાવ અંગે સ્કુલ બસ ચાલક વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

તળાજાના માખણીયા ગામના વતની અને હાલ તળાજામાં રહેતા બિનલબેન અશ્વિનભાઈ સુતરીયા ગતરોજ સાંજના સમયે તળાજાના માખણીયા ગામેથી તળાજા પોતાની દિકરી સાથે એક્ટિવામાં આવી રહ્યાં હતા ત્યારે રાળગોન ગામ નજીક પહોંચતા સામેથી આવી રહેલી જય જનની સ્કુલની બસે તેમની સાથે અકસ્માત સરજ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *