રાહી ફાઉન્ડેશનની સ્નેહ મિલન બેઠક યોજાઈ:આગામી કાર્યક્રમોના આયોજન પર ચર્ચા, 36 કાર્યકર્તાઓ હાજર

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન અને આગામી કાર્યક્રમોના આયોજન માટે એક બેઠક ગાંધી હોલ, સદવિચાર પરિવાર, સેટેલાઇટ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં 36થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી હતી. સંસ્થાના અધ્યક્ષ જયેશ પરીખ દ્વારા કાર્યકર્તાઓનું શાલ ઓઢાડીને સ્વાગત અને સન્માન કરાયું હતું.આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને તેમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાણીતા સામાજિક આગેવાનો પ્રમોદ શાહ, દિનેશ શાહ, સરોજ જોશી, હિમલ પરીખ, અશોક દલાલ, જે. બી. પટેલ અને મૌલિક ગાંધીએ હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.નિહારિકા પરીખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાત્વિક ભોજન બાદ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *