રૂબરૂ જવાની જરૂર નહીં, 8141911911 પર નોંધાશે ફરિયાદ:4 મહિનામાં ડ્રેનેજની ફોન પર 480 અને વોર્ડ ઓફિસમાં મહિને 1700 ફરિયાદ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

ભાવનગર કોર્પોરેશન દ્વારા રજાકીય સેવાઓ અને સુવિધાઓમાં મુશ્કેલી પડતી હોય તો ફરિયાદ કરવા માટે પણ સુવિધા ઉભી કરી છે. ડ્રેનેજ વિભાગ દ્વારા ફરિયાદ માટે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પર છેલ્લા ચાર મહિનામાં 480 જેટલી તો માત્ર ફોનથી ફરિયાદ નોંધાઈ છે. અને મહત્તમ ફરિયાદોનું માત્ર 24 થી 48 કલાકમાં નિવારણ આવ્યું છે. કોર્પોરેશન દ્વારા હાલમાં વિવિધ સ્થળોએ ડ્રેનેજ સુધારણા તેમજ નવી ડ્રેનેજ લાઈનના કામો હાથ ધરાવામાં આવી રહ્યા છે. પ્રજાને સારી સેવા મળે તે હેતુસર ફરિયાદ નોંધવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તે બાબતે પ્રચાજનો જોઈએ તેટલા જાગૃત નથી. ડ્રેનેજ વિભાગ દ્વારા જુદી જુદી ફરિયાદો જેવી કે, ડ્રેનેજ લાઈન બ્લોક થવી, ગટરનું પાણી પીવાના પાણી સાથે મિશ્ર થવું, મેનહોલ નવા બનાવવા તેમજ રીપેર કરવા, ડ્રેનેજનું પાણી રોડ અથવા ઘરમાં ભરાવુ, વરસાદી પાણીના નિકાલ અંગેની ફરિયાદ, જાહેર શૌચાલયની સફાઈ અંગેની ફરિયાદ, જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો વીજળી સંબંધીત ફરિયાદ, ખુલ્લામાં સૌચક્રિયા પર પ્રતિબંધને લગતી ફરિયાદ, ખાળકુવા ઓવરફ્લોની ફરિયાદ સહિતની ફરિયાદો માટે 8141911911 તેમજ 0278- 2430256 નંબર પર સંપર્ક સાધવાનો રહેશે. મેન્યુઅલ સ્ક્વેનજર્સ એક્ટ અંતર્ગત સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર અને સેપટીક ટેન્કની જોખમી સફાઈ દરમિયાન અંદર ઉત્તરવાની સખત મનાઈ ફરવામાં આવેલી છે. છતાં કોઈ તેવી કામગીરી કરવામાં આવતી હોય તો સરકાર દ્વારા 14420 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદ નોંધાવી શકાય છે. ડ્રેનેજ વિભાગ દ્વારા જાહેર કરેલા સંપર્ક નંબર પર તો ચાર મહિનામાં 480 ફરિયાદો આવી પરંતુ સાથે સાથે 13 વોર્ડમાં રોજની સરેરાશ 60 થી 70 ફરીયાદો ડાયરેક્ટ આવી રહી છે. એટલે કે મહિને રોજની સરેરાશ 1500 થી 1700 ફરિયાદો વોર્ડ ઓફિસ પર આવી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *