
Rare Earth Minerals: વોશિંગ્ટનમાં મળનારી G7 નાણામંત્રીઓની બેઠક માટે અમેરિકાએ ભારત અને ઓસ્ટ્રેલિયાને વિશેષ નિમંત્રણ પાઠવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ વ્યૂહાત્મક પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરની નિર્ભરતા ઘટાડીને સ્માર્ટફોન અને ફાઈટર જેટ જેવા સંરક્ષણ સાધનોમાં વપરાતા ‘રેર અર્થ’ ખનીજોના પુરવઠાને સુરક્ષિત કરવાનો છે.
સપ્લાય ચેઈન સુરક્ષિત કરવાનો મુખ્ય એજન્ડા
અમેરિકન નાણામંત્રી(ટ્રેઝરી સેક્રેટરી) સ્કોટ બેમેન્ટે પુષ્ટિ કરી છે કે સોમવારે યોજાનારી આ બેઠકનો મુખ્ય હેતુ દુનિયાભરમાં મહત્ત્વના ખનીજોની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનો છે. અત્યાર સુધી પશ્ચિમી દેશો આ ખનીજો માટે ચીન પર નિર્ભર રહ્યા છે, પરંતુ હવે તેઓ આ નિર્ભરતા ખતમ કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વાસપાત્ર દેશો સાથે મજબૂત ભાગીદારી કરવા માંગે છે.
