
Indian Railway Vacancy : રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે વર્ષના અંતે મોટા સમાચાર સામે આવ્યા છે. રેલ મંત્રાલયે ગ્રુપ ડી (લેવલ-1) અંતર્ગત 22000થી વધુ નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને લીલી ઝંડી આપી દીધી છે. આ ભરતી દ્વારા એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, ટ્રાફિક અને સિગ્નલ એન્ડ ટેલિકોમ જેવા મહત્ત્વના વિભાગોમાં 11 અલગ-અલગ શ્રેણીઓમાં નિમણૂકો કરવામાં આવશે.
કયા પદ પર કેટલી ભરતી?
રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 11000 જેટલી જગ્યાઓ ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV માટે રાખવામાં આવી છે.
