
Ahmedabad Kalupur Railway Station: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણના પગલે ઘણી ટ્રેન વટવા, મણિનગર, સાબરમતી સ્ટેશને ડાઈવર્ટ કરાઈ છે. કેટલીક ટ્રેનના રૂટ રાતોરાત બદલી દેવાતા હોવાથી મુસાફરોને છેલ્લી ઘડીએ સામાન અને પરિવાર સાથે દોડા-દોડી કરવી પડે છે. ત્યારે કાલુપુર સ્ટેશન પર બ્રિજના સ્પાનની કામગીરીના પગલે આજે 18મી જાન્યુઆરીના રોજ કાલુપુર સુધી આવતી બે ટ્રેન માત્ર વટવા સુધી જ દોડાવવામાં આવશે. જ્યારે માત્ર વટવા સ્ટેશન સુધી આવતી પાંચ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
કાલુપુર રેલવે સ્ટેશનના પુન:નિર્માણની કામગીરી દરમિયાન પ્લેટફોર્મ નંબ 206થી 1052ના ફૂટઓવર બ્રિજમાં સ્પાનમાં કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર લગાવવાનું કામ હાથ ધરાયું છે.
