રેશન વિતરણ વ્યવસ્થામાં ટેકનિકલ ખામીઓથી 74 લાખ લાભાર્થીઓ હેરાન:દુકાનદારોની ફૂડ કૂપન આધારિત સરળ પદ્ધતિ અમલમાં લાવવાની માગ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડાઇઝ અનાજ અને વિવિધ જણસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિ સાથે જોડાયા બાદ અનેક ટેકનિકલ અને માનવસર્જિત ખામીઓને કારણે દુકાનદારો તથા રાશનકાર્ડ ધારકો રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સર્વર ડાઉન, એરર, ધીમી કામગીરી, ટેકનિકલ ખામીઓથી હેરાનગતિ
વ્યાજબી ભાવની દુકાન ખાતે બાયોમેટ્રિક ડિવાઇસથી આધાર આધારિત ચકાસણી ફરજિયાત છે. પરંતુ સર્વર વારંવાર ડાઉન થવું, વિવિધ એરર આવવી અને DHCP સમસ્યાઓને કારણે વિતરણ પ્રક્રિયા ધીમી પડે છે. દુકાનદારોનો આક્ષેપ કર્યા હતા કે, સર્વર ઠપ થઈ જાય એટલે લાંબી લાઈનો લાગે છે. ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. વિતરણમાં વિલંબ થતા સરકારની વિશ્વસનીયતા ઉપર પણ અસર પડે છે. OTP વિકલ્પ બંધ, માનવસર્જિત ખામીથી મુશ્કેલી બમણી
ફિંગરપ્રિન્ટ ન મળે તેવા સંજોગોમાં OTPથી વેરિફિકેશનની વ્યવસ્થા છે, છતાં અધિકારીઓ દ્વારા વેપારીઓને આ વિકલ્પનો ઉપયોગ ન કરવા દબાણ કરવામાં આવતું હોવાની દુકાનદારોમાં પ્રબળ નારાજગી છે. તે ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી જણસીઓ માટે અલગ બિલ બનાવવા પડે છે, જેના કારણે એક જ ગ્રાહકના બે વખત ફિંગરપ્રિન્ટ લેવાં પડે છે. સર્વર ઉપર વધારે લોડ પડે છે. સમય અને શ્રમ બંને બમણો થાય છે. ઘણીવાર બીજી વખત બાયોમેટ્રિક મળવાનું પણ મુશ્કેલ બને છે. દુકાનદારોનું કહેવું છે કે, હિસાબી સરળતા માટે બનાવાયેલી આ પદ્ધતિથી 17 હજાર દુકાનદારો અને 74 લાખ રાશનકાર્ડધારકોની તકલીફ વધી રહી છે. બિનજરૂરી વિકલ્પો–બિલિંગ ધીમી, કામગીરી જટિલ
સરકારના સોફ્ટવેરમાં માસ સિલેક્શન, ડિવાઇસ સિલેક્શન જેવા બિનજરૂરી વિકલ્પો મુકાતા બિલિંગ પ્રક્રિયા ધીમી પડે છે. દુકાનદારોનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા આ ખામીઓ સુધારવા કોઈ ગંભીરતા દાખવાતી નથી. EKYCથી રાજ્યના 74 લાખ રાશનકાર્ડધારકોનું સંપૂર્ણ વેરીફિકેશન થઇ ચૂક્યું બધા સભ્યોના આધાર લિન્કિંગ અને EKYC પૂર્ણ થવા પામ્યાં હોવાથી ગેરરીતીની શક્યતા નાબૂદ થઇ ગઈ છે.
આ પછી પણ દરમહિને બાયોમેટ્રિક ફરજિયાત રાખવાનું હવે ગરીબો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. સલાહ: મોબાઇલ પર ફૂડ કૂપન સિસ્ટમ અમલમાં લાવો દુકાનદારો અનુસાર, હાલની વ્યવસ્થામાં સુધારાના ભાગ રૂપે નીચેના વિકલ્પો તાત્કાલિક અમલમાં લાવવા જોઈએ. 1. દર મહિને સરકાર ફૂડ કૂપન જનરેટ કરે 2. દુકાનમાં આ ટ્રાન્ઝેક્શન ID એન્ટર કરતાં જ બિલ જનરેટ થાય દુકાનદારો અને લાભાર્થીઓની સર્વાનુમતે માંગ છે કે સરકાર સરળ, ઝડપી અને સુરક્ષિત પદ્ધતિ અમલમાં લાવી ગરીબ અને જરૂરિયાતમંદોને રાહત આપે તથા હાલની ટેકનિકલ ખામીઓને દૂર કરે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *