
નબળા પરિણામ, એઆઈના આઈટી ક્ષેત્રે ફફડાટથી સમીકરણો બદલાતા વૈશ્વિક બજારોમાં ભૂકંપ
મુંબઈ : વૈશ્વિક બજારોમાં આજે એશીયાના બજારોમાં ધોવાણ અને એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી વિશ્વના સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે મોટા પડકારોને લઈ બિઝનેસ તકો ઘટવાના અંદાજોએ અને હિન્દુસ્તાન યુનિલિવર સહિતના કંપની પરિણામો પાછળ આજે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. સપ્તાહના અંતે ફંડો, મહારથીઓએ ખાસ મેટલ-માઈનીંગ શેરોમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ સહિતમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ મોટું સેલિંગ કરતાં સેન્ટીમેન્ટ પૂર્ણપણે ડહોળાઈ ગયું હતું.
વૈશ્વિક પરિબળો સાથે ભારતીય રૂપિયો પણ ડોલર સામે નબળો પડતાં બજાર પર નેગેટીવ અસર પડી હતી.
