રોડનું રિસર્ફેસિંગ કરાયું:મોરબીના રામગઢ એપ્રોચ રોડનું રૂ.40 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કરાયું

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જિલ્લામાં રામગઢ અપ્રોચ રોડની માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૪૦ લાખના ખર્ચે રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડની રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા ગ્રામ્ય પરિવહનમાં મહત્વનું પરિવર્તન આવશે, ઝડપી અને સુલભ વાહન વ્યવહાર શક્ય બનશે. માર્ગ પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા સરકાર દ્વારા અનેક સડકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને હયાત માર્ગોને પણ સુવ્યવસ્થિત જાળવવા સતત પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના આ એક કિલોમીટરના આ માર્ગ પર રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઇ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *