લાલચમાં પૈસા ગુમાવ્યા:નવસારીમાં એન્જિનિયરે ડિજિટલ માર્કેટિંગની લાલચમાં રૂ.1.54 લાખ ગુમાવ્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ઇજનેર અને ઓલપાડમાં પ્રોડક્શન મેનેજર વિવેક ડોબરિયા જલાલપોરમાં પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના મોબાઈલ ઉપર સો.મીડિયામાં ગ્લોરી ડિજિટલ માર્કેટિંગ નામની એપ્લિકેશન આવી હતી. જેમાં એપ્લિકેશનમાં વસ્તુ શેર કરી લાઈક કરશે તેને એક ટાસ્કના રૂ.180 મળશે તે જાણતા યુવકે ચાર જેટલા ટાસ્ક પૂરા કર્યા હતા. ટાસ્ક પુરા કર્યા બાદ તેના ખાતામાં નાણાં આવ્યા હતા, ત્યારબાદ જે તે કંપનીએ મોકલેલ ક્યુઆર કોડમાં તેમના કહેવાથી સ્કેન કરી અલગ અલગ ખાતાઓમાં કુલ રૂ. 1.54 લાખ ભર્યા હતા. કંપનીના કહેવા મુજબ કોઈ વસ્તુ કે નાણાં ન આવતા તેની સાથે સાયબર ક્રાઇમ થયો હોવાની જાણ થતા વિવેકે 1930 ઉપર ફરિયાદ કરતા તેમનું ખાતું રૂ. 32248 સાથે ફ્રીઝ થયું હતું. પોલીસે ફરિયાદ ને આધારે આગળની તપાસ હાથ ધરી છે. ભાસ્કર નોલેજ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *