
મુંબઈ : સોનાના ઊંચા ભાવને પરિણામે રિટેલ માગ પર અસર થતા નાના જ્વેલર્સ ખાસ કરીને પરિવારો દ્વારા દાયકાઓથી ચાલતી આવતી રિટેલ જ્વેલર્સ દૂકાનો હાલમાં લિક્વિડિટીની ખેંચનો અનુભવ કરી રહ્યાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા માટે મોટા જ્વેલર્સ વિવિધ સ્કીમ ઉપરાંત ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવાથી ગ્રાહકોની પસંદગીમાં બદલાવ આવી રહ્યો છે.
સ્થાનિક જ્વેલરો અને સોનીઓના વેચાણ વોલ્યુમમાં તાજેતરના મહિનાઓમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો થયાનો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબજા) દ્વારા અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
મધ્યમ વર્ગના ખરીદદારોને હાલના ભાવે સોનુ ખરીદવાનું પરવડી શકે એમ નથી.
