
– પોલીસ ફરિયાદ નહીં નોંધાવવા ફરિયાદીને ‘વિનંતી’ કરતી રહી
– ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા-બોટલના ઘા કરી સમગ્ર પોલીસ તંત્રની આબરૂના ધજાગરા કરનાર બુટલેગર પુત્રની ટોળકીને પોલીસનાં થાબડભાણાં
– બંને આરોપીઓએ થોડા સમય પહેલાં સરઘસમાં ‘ગુના નહીં કરીએ’ તેમ કહીં પબ્લિકની હાથ જોડીને માફી માંગી હતી
રાજકોટ: શહેરમાં સ્થાનિક પોલીસની બેદરકારી અને વહીવટને કારણે માથાભારે તત્ત્વો અને લૂખ્ખાઓ બેલગામ બન્યા છે. થોડા દિવસો પહેલાં જ ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા-બોટલના ઘા કરી સમગ્ર પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાડનાર બુટલેગર પુત્ર જેનીશ મહાજન અને તેના સાગરિત સદામ ઉર્ફે ભુરા સહિતનાંઓનું ગાંધીગ્રામ પોલીસે રિ-ક્ન્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું હતું. તે વખતે તેમણે ‘હવે પછી ગુના નહીં કરીએ’ તેમ કહી હાથ જોડી પબ્લિકની માફી માગી હતી.
