
Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખાડિયા પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની ઉચાપત કરીને ભારતીય ચલણમાં નાણાં રૂપાંતરિત કરતાં હતા. ચોક્કસ માહિતીને આધારે કરેલી કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બાતમીને આધારે કાર્યવાહી
ખાડિયા પોલીસને બાતમી મળી હતી કે હોટલ સંગમમાં છેલ્લા ત્રણ દિવસથી રોકાયેલા કેટલાક યુવકો શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા.
