
India US Trade Deal Marco Rubio Statement: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ (Trade Deal) બાદ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ચાલી રહેલી તમામ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી.
જર્મનીમાં આયોજિત ‘મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સ’ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના એક નિવેદને વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ છતાં, ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરવાનું કોઈ વચન આપ્યું નથી. રુબિયોએ જણાવ્યું કે ભારતે માત્ર ‘વધારાના’ (Additional) રશિયન તેલની ખરીદી ન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનો અર્થ એ છે કે ભારત અત્યારે જેટલા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે તે ચાલુ રાખી શકશે.
