
India’s first Hydrogen Powered Train: ભારતીય રેલવે પર્યાવરણને બચાવવા અને ટેકનોલોજીમાં વિશ્વને ટક્કર આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહી છે. હરિયાણાના જીંદમાં દેશના પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટમાં ટ્રેનના ટેન્કરોમાં હાઈડ્રોજન ભરવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન ડીઝલ કે ઈલેક્ટ્રિસિટીના બદલે ગ્રીન ફ્યુઅલ ‘હાઈડ્રોજન’ પર ચાલશે, જેનાથી પ્રદૂષણ શૂન્ય થઈ જશે.
જીંદ-સોનીપત રૂટ પર પ્રથમ ટ્રાયલ
દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનો પાયલોટ પ્રોજેક્ટ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ(આશરે 90 કિમી) પર હાથ ધરવામાં આવશે.
