વડગામના પીરોજપુરામાં ડમ્પરની ટક્કરે યુવકનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારાયો
  • ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
  • ઘટનાની જાણ થતાં લોકો ઉમટી પડયા હતા

વડગામ તાલુકાના પીરોજપુરા ગામે શુક્રવાર બપોર ના સુમારે ગામ ના 35 વર્ષીય યુવક ડમ્પર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકો ઉમટી પડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના પીરોજપુરા ગામે તળાવ ના ખોદકામ દરમિયાન માટી ભરી જતા ડમ્પર ચાલકે તળાવ નજીક રહેતા નરેશભાઈ સદાભાઈ (ઉ.વ.35 )ને ટક્કર મારતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકના પરિવારે મૃતદેહનો કબ્જો લેવાનો ઇનકાર કર્યો હતો.

જો કે, છાપી પોલીસ તેમજ ગામ આગેવાનોની સમજાવટ બાદ યુવકના મૃતદેહને પરિવારે સ્વીકાર્યો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પરને કબ્જે લેવા સાથે ચાલકની અટકાયત કરવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *