ભાવનગર શહેરમાં હત્યા નો સિલસિલો યથાવત રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ ત્રણ શખ્સો એ વડવા નેરા ચોકમાં એક ટેમ્પા ઉપર પથ્થરમારો કર્યો હતો. જે દરમિયાન એક રાહદારી યુવકને પથ્થર માથાના ભાગે વાગી જતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડયો હતો જેમાં આજે યુવકનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. જેની મોડી રાત્રે ત્રણ શખ્સે વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં રહેતા વસીમ ભાઈ ઝાકા (ઉ.વ. અંદાજે 25) ગત રવિવાર ના રોજ તેમના પત્ની ને મોટર સાઇકલ માં બેસાડી ઘર પાસે પહોંચ્યા હતા. જે દરમીયાન અદનાન બાદશાહ નામ નો શખ્સ અને બે અજાણ્યા શખ્સો નશાની હાલતે એક ટેમ્પા ઉપર પથ્થર મારો કરી આંતક ફેલાવી રહ્યા હતા જે વેળાએ પથ્થર વસીમ ભાઈ ને માથાના ભાગે વાગી જતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર માં ભારે શોક ની લાગણી પ્રસરી હતી તેમજ બનાવ હત્યા માં પલટાતા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં એક સપ્તાહ માં પાંચ લોકોની હત્યા થતા શહેરભરમાં ભારે ચકચાર મચી છે. ભાવનગર શહેર દિન પ્રતિદિન અસામાજિક તત્વો, બૂટલેગરો, હત્યારા ઓ ખુલ્લેઆમ આંતક ફેલાવે છે પણ પોલીસ જાણે મૂક પ્રેક્ષક તરીકે હોય તેવું લોકો ને લાગી રહ્યું છે. આરોપીને અટક કરી મુક્ત કરી દેવાયો હતો
ગત રવિવાર ના દિવસે ત્રણેય શખ્સો નશાની હાલતે પથ્થર મારો કરી રહ્યા હતા જે દરમિયાન કોઈ જાગૃત નાગરિકે નિલમબાગ પોલીસ ને જાણ કરતા પોલીસ એ કોઈ એક શખ્સ ની અટક પણ કરી હતી જે બાદ તેનો છુટકારો પણ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વડવાનેરા ચોકમાં અસામાજિક તત્વોનો આતંક:નશાની હાલતે પથ્થરો ફેંકતા યુવકને ઈજા, સારવારમાં મોત
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
