
Vadodara : વડોદરા શહેરના છેવાડે ઊંડેરાની જલારામ નગર સોસાયટીમાં 1200 જેટલા પરિવારો પૈકી માત્ર 100 જેટલા મકાનો અન્ય ફોર્મના છે. બાજવાના આવેલા કેટલાક મુસ્લિમોએ ખુલ્લી જમીનની સાફ-સફાઈ કરતા મદ્રેસા બનાવવાની ચોકાવનારી મળેલી માહિતી અંગે સ્થાનિક પરિવારોએ 1988થી જમીનની માલિકી અંગે ખરાઈ કરવા સહિત વિસ્તારમાં મદ્રેસા નહીં બનાવવા અંગે મોટી સંખ્યામાં પહોંચેલા સ્થાનિકોએ શહેર પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડે આવેલા ઊંડેરાની જલારામ મંદિર પાસેની જલારામ નગરમાં બનેલી 300 મકાનોની સોસાયટીમાં માત્ર 25 જેટલા અન્ય કોમના લોકોનો મકાનોમાં વસવાટ છે. બાકી અન્ય મકાનોમાં 1200 હિન્દુ પરિવારો 35 વર્ષથી વસવાટ કરતા આવવાનું શાની કોઈએ જણાવ્યું હતું. જ્યારે આ વિસ્તારની ખુલ્લી જમીનની સાફ-સફાઈ કરવા નજીકના બાજવા ખાતેથી કેટલાક લઘુમતી કોમના કેટલાક લોકો તાજેતરમાં ખુલ્લા પ્લોટમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા.
