
Vadodara : વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યાને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ યાકુતપુરાના મદાર મોહલ્લામાં છેલ્લા 8 વર્ષથી ગટરમિશ્રિત દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાની ફરિયાદ સાથે રહીશોનો મોરચો મ્યુનિ. કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો.
રહીશોનું કહેવું છે કે, દૂષિત પાણી અંગે વારંવાર જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. મ્યુનિ.
