
Vadodara News: વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે ખોડીયાર માતાના મંદિર પાસે શુક્રવારે (છઠ્ઠી ફેબ્રુઆરી) મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યુબિલી બાગ તરફથી પૂર ઝડપે આવી રહેલી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
કોઈ જાનહાની થઈ નથી
