વડોદરાની મંગળ બજારમાં જુના પેવર બ્લોક કાઢી હલકી કક્ષાના નવા બ્લોક નંખાતા દુકાનદારોમાં રોષ : કોંગ્રેસના દેખાવો

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

image : ai image 

Vadodara : વાહન વ્યવહારથી ધમધમતા અને દબાણોથી માથાના દુખાવા સમાન બનેલા સમગ્ર મંગળ બજાર વિસ્તારમાં જુના પેવર બ્લોક કાઢીને નવા પેવર બ્લોક નાખવાની ચાલતી કામગીરીમાં પેવર બ્લોકની ગુણવત્તા હલકી કક્ષાની અને અવ્યવસ્થિત લેવલિંગ ઊંચું આવી જવાના કારણે ચોમાસામાં દુકાનોમાં પાણી ભરાઈ જવાના ભયથી દુકાનદારોમાં રોષ વ્યાપ્યો છે. ઘટના સ્થળે પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવેલા પાલિકાના અધિકારી સમક્ષ હલકી ક્વોલિટી, યોગ્ય લેવલિંગ સહિતના અનેક આક્ષેપો કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા રહેતા મંગળ બજાર વિસ્તારમાં ગેરકાયદે દબાણનો રાફડો છે. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા અગાઉ આ વિસ્તારમાં રોડ રસ્તા ખોદીને વ્યવસ્થિત રીતે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. આમ છતાં પણ તાજેતરમાં ફરી એક વખત તમામ પેવર બ્લોક આ વિસ્તારમાંથી કાઢીને રોડ રસ્તા ખોદી લેવલિંગ કરાયું હતું ત્યારબાદ નવા પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ થઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *