વડોદરામાં ગોલ્ડન જંકશન સહિત શહેરના 5 જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Road Closure : વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ પાંચ સ્થળોએ ડ્રેનેજની કામગીરીને ધ્યાનમાં રાખી રસ્તા બંધ કરી ડાયવર્ઝન આપવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ગોલ્ડન જંકશન સહિત શહેરના પાંચ જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે હાલમાં કપૂરાઈ જંકશનથી નવી વરસાદી ગટર અંગે આજથી રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટરની સગવડ, ટ્રાફિકની સરળતા માટે જરૂર પ્રમાણે એક લેન ચાલુ રખાશે 

વડોદરા કોર્પોરેશન તંત્રને રાતોરાત સ્વપ્ન આવે કે વડોદરાનો કોઈ ચોક્કસ રસ્તો હજી ખાડા ખોદ્યા વિનાનો છે. જેથી સવારે તરત જ જે તે વિસ્તારના રોડ રસ્તા ખોદી નાખવાનું તંત્ર દ્વારા કાર્ય શરૂ કરવામાં આવે છે એવી જ રીતે જાણે કે શહેરી વિકાસના કામો રાતોરાત કરી નાખવાના હોય એવી રીતે શહેરના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવી વરસાદી ગટર નાખવા અંગે પ્રાથમિક તબક્કે કપુરાઈ જંકશન પર આજે, તા. 28થી આગામી 20 દિવસ સુધી વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે આ રસ્તો સિંગલ લેન અને જરૂરિયાત મુજબ સંપૂર્ણ બંધ રહેતા વૈકલ્પિક ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરના મોટાભાગના રોડ રસ્તા કોઈપણ કારણોસર ખોદી નાખવામાં આવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *