
Vadodara Winter Season : હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ હજી સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થતો નથી. નવા વર્ષના પ્રારંભિક દિવસોમાં પણ તાપમાન 13.2 ડિગ્રીથી નીચે જઈ શક્યું નથી પરિણામે માત્ર વહેલી સવારે અને મોડી સાંજે જ સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે. આજે તાપમાનનો પારો 13.6 ડિગ્રી રહ્યો છે જે ગઈકાલના 14 ડિગ્રી કરતા 0.4 ડિગ્રી ઓછો છે.
