
Vadodara municipal corporation News: સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીમાં 15 જેટલા શ્રમિકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
આ ચોંકાવનારો વિડીયો વડોદરાના ખિસકોલી સર્કલ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાલિકાની કચરા ગાડીમાં સામાનની જેમ માણસોને ભરવામાં આવ્યા છે. અંદાજે 15 જેટલા લોકો આ ખુલ્લી ગાડીમાં લટકતી હાલતમાં અને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હતા.
