
Accident In Vadodara: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા બેફામ ગતિએ વાહનો હંકારવાની લ્હાયમાં વધુ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પર પૂરપાટ ઝડપે આવતી થાર ગાડીએ એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.
