વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : ટ્રાફિકથી ધમધમતા સંગમ ચાર રસ્તા વિસ્તારથી વોર્ડ નં. 4ના જાહેર રોડ રસ્તાના હંગામી દબાણોના સફાયાના કારણે રોડ રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક પોલીસ કાફલાએ તમાશો જોવા એકત્ર થયેલા ટોળાને સમજાવટથી દૂર કર્યા હતા. દબાણ શાખાની ટીમે કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, સંગમ ચાર રસ્તા વિસ્તારમાં ખાણી પીણી સહિત ચા પાણીની લારીઓ તથા લારી ગલ્લા પથારાવાળાઓના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહ્યા કરતો હોય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *