વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આજે સવારે બે મજલી મકાનના નીચેના ભાગે આગ લાગતા લોકો બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 

સદર બજારમાં આવેલા મકાનમાં પ્લાસ્ટિકના પડીયા, પતરાળા, ગ્લાસ સહિતની ચીજ વસ્તુઓ સ્ટોર કરવામાં આવી હોવાથી આગ ઝડપભેર પ્રસરી ગઈ હતી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. 

ફાયર બ્રિગેડની 15 જેટલા જવાનોની ટીમે અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *