વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized

વડોદરાઃ દિલ્હીમાં  બનેલા બોમ્બ બ્લાસ્ટના બનાવ બાદ ગુજરાત પોલીસ વડાની સૂચનાથી જુદાજુદા શહેરોમાં છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન બનેલા નારકોટિક્સ, શસ્ત્રો,એક્સ્પ્લોઝિવ, ટાડા-પોટા જેવા ગુનાના આરોપીઓના વેરિફિકેશનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ દરમિયાન વડોદરા શહેર પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારોમાં કોમ્બિંગ કરીને ૬૦૦ જેટલા આરોપીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ૪૦ જણા હયાત નહિ હોવાનું જણાઇ આવ્યું છે.

પોલીસ દ્વારા આરોપીઓની હાલની પ્રવૃત્તિ વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી.જેમાં ૩૦ થી વધુ આરોપીઓ હાલમાં જેલમાં હોવાની વિગતો બહાર આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *