
Assistant BLO dies on duty : રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR) ની કામગીરીનો તણાવ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાના પ્રયાસની ઘટના હજુ તાજી છે, ત્યાં તો વડોદરામાં ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન એક મહિલા સહાયક BLOનું ફરજ પર જ મોત નીપજતા ચકચાર મચી ગઈ છે.
ચાલુ ફરજે છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા. હાલમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
