
Vadodara SIR Oppose: વડોદરામાં SIR પ્રક્રિયામાં ફોર્મ નં. 7માં આપેલા વાંધા અરજીઓ તેમજ ફોર્મ નં.7માં વિવિધ પ્રકારની છેડછાડ થઈ રહી હોવાના મુદ્દે જવાબ લેવા માટે કોંગ્રેસે હવે વિધાનસભા દીઠ કાર્યક્રમ યોજ્યો હતો. શહેર વિધાનસભા માટે જૂની કલેકટર કચેરી કોઠી ચાર રસ્તા, સયાજીગંજ વિધાનસભા માટે નર્મદા નહેર ભવન, છાણી જકાત નાકા, અકોટા, રાવપુરા, માંજલપુર વિધાનસભા માટે નવી કલેકટર કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન સૂત્રોચાર કરી વિરોધ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી તથા કાર્યકર્તાઓની પોલીસે ટિંગાટોળી કરીને અટકાયત કરવાની ફરજ પડી હતી.
