દિલ્હીની બ્લાસ્ટની ઘટના બાદ વડોદરા એરપોર્ટ પર સોમવારે એરપોર્ટ ઓથોરિટી, વડોદરા પોલીસ, વાયુસેના અને સીઆઈએસએફના અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય સુરક્ષાની સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને એરપોર્ટ પર મુસાફરોને મૂકવા આવતી કાર, મુસાફરો અને સામાનનું સ્કેનિંગ કરી સઘન તપાસ કરવા સૂચના અપાઈ હતી. સાથે એરપોર્ટના કર્મીને શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવા જણાવાયું છે. નોંધનીય છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતનાં રાજ્યોને હાઈ એલર્ટ પર રખાયાં છે. સાથે દેશભરનાં સુરક્ષા દળ પણ હાઈ એલર્ટ પર છે. ભાસ્કર ઇનસાઈડ
એરપોર્ટના ફનલ એરિયામાં ક્રાઇમ બ્રાંચ,એસઓજી દ્વારા તપાસ કરાશે
વડોદરા એરપોર્ટ પર સુરક્ષા પ્રણાલીને કેવી રીતે વધુ સારી કરી શકાય તે માટે સોમવારે બ્રીફિંગનું આયોજન થયું હતું. જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કહ્યું કે, એરપોર્ટથી પ્લેન ઉડાન ભરે અને લેન્ડ કરે તે વિસ્તારને ફનલ એરિયા કહે છે. જેની 3 લેયર સિક્યુરિટી તેમજ એરપોર્ટની આસપાસના રહેણાક વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી સઘન તપાસ કરશે. ખાસ કરીને કોઈ આતંકી તત્ત્વો નામ બદલી ભાડુઆત તરીકે તો નથી રહેતા ને, તે દિશામાં પોલીસ ખાસ તપાસ કરશે. ઉપરાંત એરપોર્ટની બહારના વિસ્તારનાં દબાણોની તપાસ પોલીસે શરૂ કરી છે. ઇનસાઇડ
વડોદરા એરપોર્ટ ઉપર થશે સઘન ચેકિંગ:એરપોર્ટ પર મુસાફરોને મૂકવા આવતી કાર,સામાનનું પણ સઘન ચેકિંગ કરાશે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
