વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ-૨૦૨૬-૨૭ના પુરાંતવાળા બજેટને આજે કારોબારી સમિતિએ મંજૂરી આપી હતી.
વડોદરા જિલ્લા પંચાયતમાં સ્વભંડોળની આવકમાંથી જુદીજુદી યોજનાઓ હેઠળ રકમ ફાળવવામાં આવતી હોય છે.જેમાં આગામી નાણાંકીય વર્ષના બજેટમાં કેટલીક નવી યોજના સામેલ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે,આ વખતે પહેલીવાર ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતી કુપોષિત સગર્ભા માટે રૃ.૭૦ લાખ ફાળવવામાં આવ્યા છે.
