
Vadodara News: વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે (17મી જાન્યુઆરી) યોજાનારી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભારે ડ્રામા જોવા મળ્યો હતો. જિલ્લાના વિકાસ કામો અને અધિકારીઓના વલણથી નારાજ પાંચ ધારાસભ્યોએ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ, આજે ડભોઈના ધારાસભ્ય સિવાયના તમામ ધારાસભ્યોએ બેઠકનો બહિષ્કાર કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માત્ર એક ધારાસભ્યની હાજરી
વડોદરામાં દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી જિલ્લા સંકલન સમિતિમાં આજે સ્થિતિ વણસી હતી. આ બેઠમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના નેતાઓ ગેરહાજર રહ્યા હતા.
