વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની મુદત પુરી થવા આવી છે ત્યારે પાંચ વર્ષ દરમિયાન એક પણ ધારાસભ્ય જનરલ બોર્ડ મીટિંગમાં આવ્યા નથી.
વડોદરા જિલ્લા પંચાયતની દર ત્રણ મહિને જનરલ બોડી મીટિંગ મળતી હોય છે.જેમાં જિલ્લાના ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવતા હોય છે અને તેમને એજન્ડા પણ મોકલવામાં આવતા હોય છે.
જો કે,ભૂતકાળમાં ધારાસભ્યો આવી સભામાં હાજર રહીને રજૂઆત કરતા હોવાના કિસ્સા મોજૂદ છે.પરંતુ છેલ્લા દોઢ-બે દાયકાથી આ પરંપરા જળવાતી નથી.
