
Vadodara News: વડોદરા શહેરમાં ફરી એક વખત દારૂના ધંધામાં પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં મોપેડમાં દારૂ હોવાના આક્ષેપ થવા છતાં પોલીસે સ્થળ પર ડેકી ચેક ન કરી અને મોપેડ ચાલકને જવા દેતા ખાખીની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
પ્રથમ વીડિયોમાં શું છે?
વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ, એક બુટલેગરે મોપેડ સાથે પસાર થતા યુવકને અટકાવી કંટ્રોલ રૂમમાં વર્ધી લખાવતાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. વર્ધી લખાવનાર યુવકે મોપેડની ડેકીમાં દારૂ હોવાનો આક્ષેપ કર્યો હતો.
