વડોદરા: ફતેગંજમાં વારંવારની ચેતવણી છતાં બાળકો પાસે ભીખ મંગાવતી મહિલા સામે ગુનો દાખલ

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized

Vadodara : સંસ્કારી નગરીને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ભાગરૂપે પોલીસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશમાં આજે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ફતેગંજ વિસ્તારમાં સતત કાઉન્સિલિંગ અને ચેતવણી છતાં બે વર્ષની બાળકી પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી મહિલા સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ટાસ્ક ફોર્સનો સપાટો: બાળકોને પકડવા જતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા 

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), જિલ્લા બાળ સુરક્ષા એકમ અને વડોદરા પોલીસની ‘શી ટીમ’ દ્વારા સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આજે ફતેગંજ સર્કલ પાસે જ્યારે ટાસ્ક ફોર્સે વોચ ગોઠવી હતી, ત્યારે એક મહિલાના ઈશારે ભીખ માંગી રહેલા બાળકો વાહનો વચ્ચેથી ભાગી છૂટ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *