
Vadodara Railway Station : વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ હાથ ધરાતા એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ વગર તથા રેલવે નિયમોનો ઉલ્લેખન કરનાર બેદરકારો સામે કાર્યવાહી થઈ હતી. આ કાર્યવાહીમાં આરપીએફ અને જીઆરપીની ટીમો પણ જોડાઈ હતી.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (રેલવે), વડોદરાની સૂચનાથી વડોદરા રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે તા.19/11/2025ના રોજ સ્પેશિયલ ચેકિંગ કરાયું હતું. આ ચેકિંગ દરમિયાન પેસેન્જર ટ્રેન એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
