
Vadodara Corporation : વડોદરા શહેરમાં ચારે બાજુએ દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલિકા વોર્ડ 14માં દબાણ શાખાની ટીમ દ્વારા આજે સપાટો બોલાવીને 20 જેટલા કાચા પાકા ઓટલા પર બુલડોઝર ફેરવી કાચા શેડ, ખાણી પીણીની લારી, ગલ્લા સહિતના અનેક દબાણોનો સફાયો કરાયો હતો. જ્યારે વિસ્તારની મટન મચ્છીની દુકાનો આગળ પડદા રાખી ધાર્મિક લાગણી દુભાય નહીં એવી રીતે વેપાર ધંધો કરવા દુકાનદારોને ચીમકી આપીને તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નાના મોટા દબાણોના કારણે રોડ રસ્તા સાંકડા થઈ ગયા બાદ દબાણ શાખાની કાર્યવાહીથી તમામ રોડ રસ્તા ખુલ્લા થયા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના અંતરિયાળ બાજવાડાના વોર્ડ નં. 14માં અનેક ઠેકાણે નાના મોટા કાચા પાકા દબાણો થઈ જતા રોડ રસ્તા સાંકડા થઈ ગયા હતા.
