વઢવાણ જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ:તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીત્યા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળા, વઢવાણના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભ રાજ્યભરમાં રમતગમત પ્રવૃત્તિઓ માટે જાણીતી સ્પર્ધા છે. તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અંડર-14 કેટેગરીમાં કેરવાડીયા વિરમભાઈ ઘનશ્યામભાઈએ 100 મીટરમાં પ્રથમ સ્થાન, મકવાણા કિશનજી પ્રધાનજીએ 200 મીટરમાં પ્રથમ અને ગોળા ફેંકમાં દ્વિતીય સ્થાન, તલસાણીયા આકાશભાઈ પ્રકાશભાઈએ 400 મીટરમાં પ્રથમ સ્થાન, જ્યારે ઠાકોર યશ હિતેશભાઈએ ઊંચી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-17 કેટેગરીમાં પણ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. ખાંભલા કેવલ ચેતનભાઈએ 100 મીટરમાં દ્વિતીય, મછાર સાહિલભાઈ જામકાભાઈએ 400 મીટરમાં પ્રથમ, ધુઘલીયા આકાશભાઈ ખોડાભાઈએ 800 મીટરમાં પ્રથમ અને પેથાપરીયા મુન્નાભાઈ હીરાભાઈએ 1500 મીટરમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ અંડર-11 બેડમિન્ટનમાં ચાવડા વિવેક ભાવેશભાઈએ પ્રથમ અને અંડર-14 સ્વિમિંગમાં પટેલ પ્રાંશુ પ્રવિણભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શાળાના રમતગમત વિભાગના શિક્ષકોની નિયમિત તાલીમ અને માર્ગદર્શન રહ્યું છે. ગુરુકુળના સંચાલક આનંદપ્રિય સ્વામીજી અને શાળાના આચાર્ય સાવલિયા પિયુષભાઈએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જિલ્લા કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ આપી હતી. આ વિજય વિદ્યાર્થીઓની મહેનત અને નિષ્ઠાનું પ્રતિક છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *