વધુ એક કાર આગમાં ભડથું:વડોદરા શહેરના મકરપુરા GIDC પાસે ઈકો કારમાં આગ, પેસેન્જર મૂકી પરત ફરતા આગ લાગી, ચાલકનો આબાદ બચાવ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વડોદરા શહેરમાં ફોર વ્હીલર વાહનોમાં આગના બનાવ સત્તત સામે આવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે એક સાથે બે કાર આગમાં હોમાઈ હતી. આજે શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં ઈકો કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ સળગી ઉઠી હતી, સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી GIDC વિસ્તારમાં પેસેન્જર મૂકી પરત ફરતા ઈકો કારમાં અચાનક આગ લગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે GIDC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પોહચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં ઈકો કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે અમે ઈકો ચાલક દેવેશભાઈ ચાંપાનેરિયા સાથે ટેલિફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મેં વર્દી મળતા માંજલપુર ઈવા મોલ પાસે પેસેન્જર ઉતરવા ગયો હતો. બાદ ઘરે જવા માટે તરસાલી થઈ સોમા તળાવ થઈ નીકળી જાઉં છે તેવું વિચાર્યું હતું. ચાલુ કારે મને વાયરીંગ બળતું હોય તેવું લાગતું હતું અને ટ્રાફિક હતો એટલે મેં કાર ઉભી ન રાખી. પરંતુ મકરપુરા GIDC પાસે સાઇડ ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો. ત્યાં નીચે ઉતરતા જ આગ શરૂ થઈ ગઈ હતી અને મેં ફાયર જાણ કરી હતી. 112 પર કોલ કર્યો પણ લાગ્યો નહીં, એટલે સમય લાગ્યો હતો. આ ઈકો કાર આગમાં સ્વાહા થઈ ગઈ છે, મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમે આગ ઓલવવના પ્રયાસો કર્યા હતા પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી ઈકો કાર આગમાં ભડથું થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે વિશ્વામિત્રી નદીના કિનારે પાર્ક કરેલી 2 કારમાં આગ લાગી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *